Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 19 હજાર કરતા વધુ નવા કેસ, કુલ કેસનો આંકડો 6 લાખને પાર

દેશ અત્યારે એક સાથે અનેક પડકારો ઝીલી રહ્યો છે જેમાંનો એક છે કોરોના વાયરસ (Corona Virus). દિન પ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડા ડરામણા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 19,148 કેસ નોંધાયા છે. જ્યારે 434 લોકોએ તેનાથી જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6,04,641 થઈ છે. જેમાથી 2,26,947 એક્ટિવ કેસ છે અને 3,59,860 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 17834 લોકોના મૃત્યુ થયા છે. 

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 19 હજાર કરતા વધુ નવા કેસ, કુલ કેસનો આંકડો 6 લાખને પાર

નવી દિલ્હી: દેશ અત્યારે એક સાથે અનેક પડકારો ઝીલી રહ્યો છે જેમાંનો એક છે કોરોના વાયરસ (Corona Virus). દિન પ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડા ડરામણા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 19,148 કેસ નોંધાયા છે. જ્યારે 434 લોકોએ તેનાથી જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6,04,641 થઈ છે. જેમાથી 2,26,947 એક્ટિવ કેસ છે અને 3,59,860 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 17834 લોકોના મૃત્યુ થયા છે. 

— ANI (@ANI) July 2, 2020

આ રાજ્યો સૌથી વધુ પ્રભાવિત
કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય થયું છે. જ્યાં કોરોનાના અત્યાર સુધીમાં 180298 કેસ નોંધાયા છે. જ્યારે 8053 લોકોએ જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાના કુલ 94049 કેસ છે જેમાંથી 39859 એક્ટિવ કેસ છે જ્યારે 1264 લોકોના મૃત્યુ થયા છે. ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે જ્યાં કોરોનાના કુલ 89802 નોંધાયા છે અને 2803 દર્દીઓના મૃત્યુ થયા છે. 

ચોથા નંબરે ગુજરાત આવે છે જ્યાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને તાજા આંકડા મુજબ 33232 કેસ નોંધાયા છે જ્યારે 1867 લોકોએ જીવ ગુમાવ્યાં છે. પાંચમા નંબરે રાજસ્થાન છે જ્યાં કોરોનાના કુલ 18312 કેસ છે અને 421 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

જૂન મહિનો સૌથી ભયાનક
કોરોનાકાળમાં જૂન મહિનો સૌથી ભયાનક જોવા મળ્યો છે. કુલ મૃત્યુમાંથી 70 ટકા મૃત્યુ ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, દિલ્હી અને તામિલનાડુમાં નોંધાયા છે. જૂનમાં કોરોનાના લગભગ 4 લાખ કેસ નોંધાયા. જેના કારણે કેટલાક રાજ્યોએ અલગ અલગ પ્રતિબંધો સાથે લોકડાઉનનો પણ સહારો લેવો પડ્યો. 

જુઓ LIVE TV

વિશ્વભરમાં કોરોનાના કુલ 1,08,09,998 કેસ 
વર્લ્ડોમિટરના જણાવ્યાં મુજબ વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1,08,09,998 કેસ નોંધાયા છે. જ્યારે 5,19,050 લોકોના જીવ ગયા છે. જો કે રાહતની વાત એ છે કે 60,32,381 લોકો સાજા થયા છે. વિશ્વભરમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં મોખરે અમેરિકા છે જ્યાં કોરોનાના કુલ 1,08,09,998 કેસ નોંધાયા છે. જ્યારે બીજા નંબરે બ્રાઝિલ આવે છે જ્યાં કોરોનાના કુલ 14,53,369 કેસ નોંધાયા છે. ત્રીજા નંબરે રશિયા છે જ્યાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 6,54,405 અને ચોથા નંબરે ભારત કે જ્યાં કોરોનાના કુલ 6,04,641 કેસ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news